અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં ઉછીના પૈસા લેવા અંગે મહિલાને માર મારતા ફરિયાદ

બોટાદમા હાથ ઉછીના પૈસા લાવવા બાબતે મહીલાને લાકડી વડે માર માઈ ઈજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદમાં આવેલી ખોજાવાડીમા રહેતા સદામભાઈ મયુદ્દીનભાઈ શેખે તા 27-9-24ના રોજ સવારના સમયે યુસુફભાઈ પઠાણે સદામભાઈના બનેવી પાસેથી સદામભાઈનુ નામ આપીને ત્રણ દિવસ અગાઉ રૂ.48,000 લીધા હતા તે બાબતે પૂછવા ગયા હતા કે મારું નામ આપીને મારા બનેવી પાસેથી શા માટે પૈસા ઉછીના લીધા હતા તેમ કહેતા યુસુફભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈને સદામભાઈને ગાળો આપવા લાગતા સદામભાઈએ ગાળો આપવાની ના પાડતા યુસુફભાઈએ પોતાના ઘરમાંથી લાકડી લઈને સદામભાઈને મારવા લાગ્યા હતા અને ઈજા પહોચાડી હતી.

ત્યારબાદ સદામભાઈના પત્ની મુસ્કાન વચ્ચે આવતા યુસુફભાઈ અને તેનો દીકરો અને તેની દીકરી ત્રણેય ઈસમોએ સદામભાઈ અને તેમના પત્નીને લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે સદામભાઈએ યુસુફભાઈ અને તેનો દીકરો અને તેની દીકરી વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બોટાદમા હાથ ઉછીના પૈસા લાવવા બાબતે મહીલાને લાકડી વડે માર માઈ ઈજા પહોંચાડતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
વધુ નવું વધુ જૂનું