WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો એસિડ પી આપઘાત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું હતું. યુવકનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા મુકેશ મનુભાઈ પાટડીયા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લીધું હતું. 
યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મુકેશ પાટડીયા ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને અપરણિત હતો મુકેશ પાટડીયા ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પરંતુ આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો