હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં મોતીચોક વિસ્તારમાં શ્રી નવરાત્રિ યુવક મંડળ દ્વારા ચાલતી પ્રાચિન ગરબીમાં છેલ્લાં ૯૩ વર્ષથી કોઈ વાદવિવાદ શોરબકોર વિના માતાજીની સરાધના થઈ રહી છે.
નાની બાળાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે એવાં આયોજકો દ્વારા રાસ ગરબા રમાડી અંબિકાની આરાધના થઈ રહી છે શહેરના હાર્દ સમા મોતીચોકમાં યોજાતી આ ગરબીનો પ્રારંભ જાણીતાં અગ્રણી સમાજસેવક સદ્દગત રતિલાલ અમૃતલાલ વ્યાસના પૂર્વજોએ કર્યોં હતો.