WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

હવે મોબાઈલ એપથી મળશે સસ્તા દરે અનાજ, સરકારે રાશન કાર્ડમાં કર્યો મોટો ફેરફાર

Digital Mera Ration 2.0: ભારતમાં ખાદ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્યાન સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તા દરે અનાજ આપવાં રાશન કાર્ડ આપવામાં આવે છે. હાલમાં જ આ રાશન કાર્ડના ઈકેવાયસીની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, સરકારે હવે રાશન કાર્ડ સેવાને પણ ડિજિટલ બનાવી છે. હવે તમારે રાશન કાર્ડની નકલો સાચવવાની અને દરેક જગ્યાએ લઈ જવાની જરૂર પડશે નહીં.
સરકારે Mera Ration 2.0 એપ લોન્ચ કરી છે. જેમાં રાશન કાર્ડ નંબર ઉમેરી તમે રાશન કાર્ડ સંબંધિત સેવાઓનો લાભ મેળવી શકો છો. રાશનની દુકાનો પર અનાજ ખરીદતી વખતે ફિઝિકલી રાશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી પણ અનાજ મેળવી શકો છો.
કાર્ડ વિના મળશે સસ્તું અનાજ
રાશન કાર્ડ ન હોય તો પણ તમે Mera Ration 2.0 એપ મારફત રાશન કાર્ડ રજિસ્ટર્ડ કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો. એપ મારફત આધાર કાર્ડ નંબરની મદદથી રાશનનું અનાજ મેળવી શકાય છે.
આ રીતે કરો એપનો ઉપયોગ
ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી Mera Ration 2.0 એપ ડાઉનલોડ કરો. જેમાં સૌ પ્રથમ તમે પ્રાદેશિક અથવા અનુકૂળ ભાષા પસંદ કરવાની રહેશે. બાદમાં આધાર અને રાશન કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ઓટીપી મારફત લોગઈન કરો. જેથી સીધું તમારૂ ડિજિટલ રાશન કાર્ડ ખુલશે. જેની મદદથી તમે રાશન પર અનાજ ખરીદી શકશો.
આ લોકોને રાશન કાર્ડ પર મળે છે સસ્તું અનાજ
•- અરજદારની વય 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
•- ગામમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી અને શહેરોમાં વાર્ષિક આવક રૂ. 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં
•- પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ।
•- પરિવાર પાસે કાર કે અન્ય ફોર વ્હિલર ન હોવુ જોઈએ।
•- પેન્શનધારકને રૂ. 10 હજારથી વધુ પેન્શન મળતુ ન હોવુ જોઈએ।
•- ઈનકમ ટેક્સ ભરતા વ્યક્તિને સસ્તા દરે અનાજ મળાવાપાત્ર નથી.
•- 100 વર્ગમીટરથી વધુ જમીન ધરાવતા લોકોને રાશન કાર્ડ મારફત સસ્તુ અનાજ મળશે નહીં.

ઘરે બેઠા મેળવો રાશન કાર્ડ
સૌથી પહેલા રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/LoginApp/CitizenLogin.aspx?ServiceID=51&Cul=en-GB પર ક્લિક કરો.
જેમાં તમારૂ નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, આધાર નંબર જેવી જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન કરાવો અને બાદમાં લોગઈન કરો.
લોગઈન કર્યા બાદ રાશન કાર્ડ એપ્લિકેશન પર ક્લિક કરી જરૂરી વિગતો આપો.
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વીજ બિલ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો. 
અરજી ફી ભરી ફોર્મ સબમિટ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો