વિંછીયા ગામની શ્રી જીનપરા તાલુકા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને હાલ અમરેલી સ્થિત એસ.એચ. ગજેરા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી જાનવી હરેશભાઈ જતાપરાએ રાજ્યકક્ષાની SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) જુડો ચેમ્પિયનશિપ 2024માં પોતાનું મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
આ ચેમ્પિયનશિપ 26 થી 29 નવેમ્બર 2024 દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજાઈ હતી. જેમાં જાનવી જતાપરાએ અંડર-17 વય જૂથમાં 57 કિલોગ્રામ શ્રેણીમાં પર્ટિસિપેશન કર્યું હતું અને શ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
જાનવીના આ મેડલ દ્વારા માત્ર તેના પરિવારજનો જ નહીં, પરંતુ શ્રી જીનપરા તાલુકા શાળા અને વિંછીયા ગામનું ગૌરવ પણ વધ્યું છે.
શાળાના શિક્ષકો અને ગામના લોકોમાંથી અભિનંદન
શ્રી જીનપરા તાલુકા શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે જાનવીના આ પ્રદાન માટે આનંદ વ્યક્ત કર્યો છે અને તેને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભકામનાઓ આપી છે. ગામના લોકો અને વિદ્યાર્થીમિત્રોએ પણ જાનવીને આવકારતા આનંદ વ્યક્ત કર્યો છે.
જાનવીના આ પ્રદાનથી વિંછીયા ગામના યુવાનોમાં રમત પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા જોવા મળશે.
વિંછીયા ન્યૂઝ પોર્ટલ દ્વારા વિશેષ રિપોર્ટ
વિંછીયા ગામના કઈંક એવા હિરાઓ જે ગામનું નામ રોશન કરે છે, તેઓ આપણા માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહે છે. જાનવી જેવી યુવા ટેલેન્ટ એ upcoming ટેલેન્ટ માટે માર્ગદર્શનરૂપ છે.
વિંછીયા ન્યૂઝ પોર્ટલ (www.vinchhiya.com)