જસદણ એસ ટી ડેપોનો બનાવ સી સી ટીવી કેમેરા બંધ હાલતમાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના બ્રાહ્મણ પરિવારના પ્રકાશભાઈના ખિસ્સામાંથી એસ ટી ડેપોમાંથી કોઈ ગઠીયો ખિસ્સામાંથી રોકડ ૫૦ હજારની સેરવી જતાં સામાન્ય પરિવારના પ્રકાશભાઈને માથે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ નિર્માણ પામી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે સવારે ૭:૩૦ કલાકે જસદણ થી સુરત ઉપડતી એસ ટીમાં ડેપો પરથી જસદણમાં રહેતાં પ્રકાશભાઈ શાંતિભાઈ જાની ઉ.વ.૪૫ એસ ટીમાં નડિયાદ જવા માટે ચઢતા હતાં તે દરમિયાન કોઈ કોઈ ગઠીયો તેમણે પહેરેલ જીન્સના પેન્ટના ખિસ્સામાંથી કોઈ ૫૦ હજારની રોકડ સેરવી ગયો હતો એસ ટી આગળ જતાં પ્રકાશભાઈ એ ટિકિટ લેવાં માટે ખિસ્સામાં હાથ નાખતાં તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો.
પણ પણ રકમ ન હોવાનું જણાતાં હાફળા ફાફળા થઈ તેમણે એસ ટી અને પોલીસની મદદ માંગી હતી અત્રે નોંધનીય છે કે જસદણ એસ ટી ડેપોમાં લાંબા સમયથી સી સી ટીવી કેમેરા બંધ છે ડેપોમાં રેઢું પડ છે નવરા અને લુખ્ખા તત્વો પડ્યાં પાથર્યા રહે છે જાણે જસદણ એસ ટી ડેપોમાં કોઈ જવાબદાર જ ન હોય એવું લાંબા સમયથી ફલીત થાય છે.
ત્યારે જિલ્લાનાં એસ ટી ડેપોના ઉચ્ચ અધિકારીઓએ ખાસ અંગત રસ દાખવી એસ ટી ડેપોની અંદર દરેક જગ્યા પર ચાંપતી નજર રહે એવા સી સી ટીવી કેમેરા ઉપરાંત ગ્રાઉન્ડમાં રાત્રીના સમયે લાઈટના ફોકસ રાખી ત્યાં પણ કેમેરા ગોઠવી અસામાજિક તત્ત્વો પર બાજ નજર ગોઠવવી જોઈએ તો જ ગુન્હાહિત પ્રવુતિ કરતાં તત્વો પર લગામ આવશે.