હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ભાજપના શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ રાઠોડની તાજેતરમાં નિમણુંક થતાં તેમનું ઠેર ઠેરથી સન્માન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે બુધવારે મહાદેવના મંદિરે તેમનું સન્માન સાધુ સંતો અને વિશાળ સંખ્યામાં ભાવિકોની હાજરી વચ્ચે કરવામાં આવેલ હતું અત્રે નોંધનીય છે કે વિજયભાઈ અનેક સામાજિક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાય વર્ષોથી અનેકાએક સમાજલક્ષી પ્રવુતિ કરી રહ્યા છે.
જે થકી અનેક જરૂિયાતમંદોને શક્ય એટલાં ઉપયોગી બન્યાં છે તે પણ કોઈ અભિમાન વગર તેથી પ્રમુખ બન્યાં બાદ તેમનાં સન્માન અર્થે ઘણાં કાર્યક્રમો યોજાયા તે પૈકી બુધવારે મહાદેવના સાનિધ્યમાં સાધુ સંતોની હાજરીમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરાયું હતું.