હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ઉધોગપતિ હરેશભાઈ મનસુખભાઈ છાયાણી ઉર્ફે હકનભાઈના જન્મદિન પ્રસંગે સેવાની સરવાણી વહેતી થઈ હતી સામાન્ય રીતે સમાજનાં શ્રીમંતો ભપકાદાર પાર્ટી અને સજાવટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચા કરતો હોય છે.
પણ હકનભાઈ એ પોતાના જન્મદિન પ્રસંગે છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડી એક ખરાં અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું હકનભાઈના જન્મદિન અવસરે તેમનાં જન્મદિન નિમિતે સરકારી હોસ્પીટલમાં ગરીબ દર્દીઓને લાંબા સમય સુધી નાસ્તો મળી રહે એવું આયોજન ઉપરાંત ચુનારાવાડ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે પોષ્ટિક અને ભાવતો નાસ્તો કરાવી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
સામાન્ય રીતે હાલમાં ધર્મ સેવાના નેજા તળે કેટલાંક લોકોનો મોટે ભાગે વેપલો બની રહ્યો છે ત્યારે આવા સમયે હકનભાઈની સેવાકાર્યને અનેક લોકોએ બિરદાવ્યું હતું.