વિંછીયા તાલુકાના સનાળા ગામે ૩૨ વર્ષીય પરિણિતા પારુબેન જીતુભાઈ ચાવડાનું શુક્રવારે વહેલી સવારે અચાનક અવસાન થયું. ઘટના ત્યારે બની જ્યારે પારુબેન વાડીએ કામ કરી રહ્યા હતા. તેમણે અચાનક લોહીવાળી ઉલ્ટી કરી અને બેભાન થઇ ગયા.
પરિજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી. પરંતુ ઇએમટી દ્વારા સ્થળ પર જ પારુબેનને મૃત જાહેર કરાયા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, પારુબેનને કોઈ અગાઉની બીમારી નહોતી. તેમ છતાં, લોહીની ઉલ્ટી પછી હાર્ટ એટેક આવ્યાનું અનુમાન છે.
પારુબેનના આકસ્મિક અવસાનથી પરિવાર શોકમાં છે. ચાર વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા, અને પરિવાર માટે આ મોટો જાતકો સાબિત થયો છે. વિંછીયા પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.