હાર્ટ એટેક હોવાની પ્રાથમિક વિગત
લાશ પી એમ માટે જસદણ ખસેડાઈ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ખારચીયાના બસ સ્ટેશન પાસે લાશ પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ખારચીયા ગામનાં સરપંચ મગનભાઇએ આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસના પારસભાઇ કુંવરજીભાઇ તથા જયેશભાઇ અરવિંદભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.
આટકોટ પોલીસે તાત્કાલીક ધોરણે વાલી વારસની કોન્ટેકટ કરી લાશને પીએમ અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડેલ હતી. મૃતક જસદણના મેરાભાઇ બાવળીયા હોવાનું અને એટેકથી મોત થયાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.