હમણાં છેલ્લા કેટલા સમયથી તહવ્વુર રાણા ભારતીય મિડીયામાં છવાયો છે . પ્રિન્ટ મીડિયા ટી. વી. માં રોજ રાણાની જ ચર્ચા થાય છે. મુંબઈ ધડાકાનો આરોપી અબુ સાલેમ પચ્ચીસ પચ્ચીસ વરસથી ભારતમાં નાસિક જેલમાં બંધ છે બીજો મહત્વનો આરોપી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. મીડિયાએ અને ભારતીયોએ પણ કસાબની બિરિયાની અને એની સુરક્ષા પાછળ થતો લાખોના ખર્ચાની વાજબી ટીકા કરી હતી. પછી કસાબને ફાંસી થઈ હતી.
બીજો લોરેન્સ ડિસોઝા પણ આપણી ભારતની જેલમાં બંધ છે. લોરેન્સ અબુ સાલેમ જે પચ્ચીસ વરસથી આપણી જેલમાં છે. શું આ લોકોની સુરક્ષા પાછળ લાખોનો ખર્ચો નહી થતો હોય? શું આ લોકોને સારું ભોજન અપાતું નથી? મીડિયા પણ ચુપ છે ભારતીયોનો અવાજ તો ૨૦૧૪ પછી ગુમ થઈ ગયો છે.
અહીં સૌથી મહત્વની અગત્યની વાત એ છે કે આ જેલોમાં બંધ આ લોકો પાસેથી આપણને શું માહિતીઓ મળી? પાકમાં કઈ કઈ જગ્યા પર આતંકી કૅમ્પો ચાલે છે? હવે એ લોકોની ભવિષ્યની યોજનાઓ શું છે? કેવા કેવા પ્લાન બની રહ્યા છે? કોણ કોણ આમાં સામેલ છે? આ લોકોને આટઆટલા કરોડો રૂપિયા આટલા વરસોથી કોણ આપે છે? હથિયાર અને બીજો ખતરનાક સામાન કોણ આપી રહ્યું છે? ક્યાં ક્યાં દેશો ભારતને બરબાદ કરવા માંગે છે? ક્યાં શહેરમાં કેવો વિનાશ કરવા માંગે છે? આમાંની એક પણ માહિતી કેમ ભારતીયોને મળતી નથી? માહિતી મળે છે તો પછી સર્જિકલ સ્ટ્રાઇક કેમ થતી નથી?
આ લોકો જેલમાં બેઠા બેઠા પણ પોતાનું તંત્ર ચલાવી રહ્યા છે કોઈ ઠોસ તપાસ થાય છે કે નહી? આ લોકોના બીજા સાથીદારો કેમ પકડાતા નથી? બીજાઓની ધરપકડ કેમ થતી નથી?
આ તપાસ અને માહિતી ખાનગી રાખવાની હોય છે પોલીસ બધી માહિતી આપી શકે નહી. બરાબર છે. એટલે કદાચ માહિતી કે ખબર બહાર આવતી નહી હોય?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭