ન્યાઝ સંદલ કુરાનખ્વાની ઝુલુસ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે
હુસામુદ્દીન કપાસી (જસદણ)
જસદણમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક હ. કાળુપીર દાદાનો ઉર્ષ મુબારક આગામી તા.9 એપ્રિલ 2025ને બુધવાર ગુરુવારના રોજ ઉજવાશે જે અંગે એકતા કમિટી દ્ધારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જસદણની પ્રજા માટે આહુતિ આપનારા હ. કાળુપીર દાદાનો ઉર્ષ મુબારક દર વર્ષે જીજાન થી ઉજવાય છે.
આ ઉર્ષ મુબારકમાં સુન્ની મુસ્લિમ સમાજનાં બિરાદરો તન, મન અને ધનથી જોડાય છે વિશેષમાં હાજી હુસૈનભાઈ ખીમાણીનો સહ પરિવારનું યોગદાન પણ અવ્વલ હોય છે ત્યારે પ્રજા માટે અભૂતપૂર્વ અને ઐતિહાસિક યોગદાન આપનારા હ. કાળુપીર બાપુના ઉર્ષ મુબારક સંદર્ભે આગામી બુધવારે સવારે 9 થી 10 ઍક કલાક કુરાનખ્વાની યોજાશે આજ દિવસે બપોરે ત્રણ કલાકે શહેરના જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ વિખ્યાત જુમ્મા મસ્જિદ પાસેથી એક વિશાળ ઝુલુસ નીકળશે જે ઝુલુસ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી સાંજે હ. કાળુપીર દાદાના મઝાર મુબારક પર પહોંચી ત્યાં તેમની તુરબત મુબારક પર સંદલ ચઢાવવામાં આવશે ત્યાબાદ ન્યાજ (પ્રસાદ) બાદ ઉર્ષ મુબારક પૂર્ણ થશે.
આ ઉર્ષ મુબારક અવસરે જસદણ વીંછીયા પંથક સહિત સૌરાષ્ટ્રભરના મોટાં ભાગનાં ગામોના સુન્ની મુસ્લિમ બિરાદરો દરેક ધાર્મિક કાર્યક્રમમા જોડાય કાળુપીર બાપુને સલામી પેશ કરશે આ ઉર્ષ મુબારકને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.