ચોટીલા રહેતા મહેબુબભાઇ ઉસ્માનભાઈ તેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમની ઓફિસ હાઈવે પર અપના ગેસ્ટ હાઉસની નીચે આવેલી છે. તે ટ્રાન્સપોર્ટની ઓફિસ પર જતા હતા તે સમયે ઓફિસ પર જવા ડિવાઈડર ક્રોસ કરવા એક્ટિવ લઈને ઊભા હતા.ત્યારે પાછળથી કારચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા મહેબુબભાઇ પડી ગયા હતા.
તેમને કારમાં જોતા તેનો ચાલક અવેસ ગનીભાઈ ઘોણીયા રાજકોટવાળો કાર ચલાવી રહ્યો હતો. તેને જોતા મહેબુબભાઇ તેમની ઓફિસ તરફ દોડીને ભાગવા લાગતા તેની પાછળ ફરીવાર કાર લઈને રોંગ સાઈડમાં પાછળ આવતા કારથી ટક્કર મારતા મહેબુબભાઇ સાઈડમાં પડી ગયા હતા. વધુ લોકોને જોતા અવેશ ગનીભાઈ ઘોણીયા કાર લઈને ભાગી ગયો હતો.
ત્યારબાદ મહેબુબભાઇને ઇજાઓ પહોંચતા તેમને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહેબૂબ ભાઈની પત્નીએ 4 માસ પહેલા ઘાંચીવાડમાં મહેબુબભાઇના ઘર પાસે આવી ડેલી ખખડાવી બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી અવેશ ગનીભાઈ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તે બાબતનો મનદુખ રાખી મહેબુબભાઇ પર કાર ચડાવી મારી નાંખવાનો પ્રયાસ કરતા તેની વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.