WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછીયાના મોટા માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો : 362 બોટલ સાથે 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે

વીંછીયા તાલુકાના મોટા માત્રા ગામે વીંછીયા પોલીસે દારૂના જથ્થાની મોટી ખેપ પકડવામાં સફળતા મેળવી છે. વીંછીયા પોલીસ મથકના PI જે.પી. રાવની માર્ગદર્શન હેઠળ PSI કે.બી. ગઢવી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા માત્ર ગામના ઈશ્વરભાઈ ભવાનભાઈ બાવળિયા (ઈસો) પોતાની વાડીમાં વિદેશી બનાવટનો ઇંગલિશ દારૂ રાખી તેનો વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વાડી પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. 

તપાસ દરમિયાન વાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 362 દારૂની બોટલ મળી આવી હતી, જેની અંદાજીત કિંમત રૂપિયા 1,57,000 થાય છે. 

સમગ્ર મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દારોડા દરમિયાન વાડીનો માલિક ઈશ્વરભાઈ બાવળિયા નાસી છૂટયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે અને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વીંછીયા પોલીસની આ કાર્યવાહીથી દારૂના કાળા ધંધાકીય તત્વોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો