વીંછિયા તાલુકાના બંધાળી ગામમાં આવેલા વાડી વિસ્તારમાં પોલીસે જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે કુલ 16,610 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે અને 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પકડાયેલા ઈસમોના નામ:
1. રાજુભાઈ ગોપાલભાઈ ગોહિલ
2. હરજીભાઈ પોપટભાઈ મેટાળિયા
3. પુનાભાઈ કરશનભાઈ મકવાણા
4. વનરાજભાઈ કલ્યાણભાઈ મકવાણા
5. વાલજીભાઈ સવશીભાઈ ગોહિલ
પોલીસે માહિતીના આધારે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જ્યાં આ ઇસમો જુગાર રમતા ઝડપાયા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સાથે જુગારની સામગ્રી પણ જપ્ત કરી છે.