WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછીયાના અજમેર ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વીંછીયા તાલુકાના અજમેર ગામે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગામના રહેવાસી રમેશભાઈ છનાભાઈ ઝાપડિયાની વાડીમાંથી વિદેશી બનાવટનો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવતા વીંછીયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે પોલીસે ખાસ રેડ યોજી હતી. આ રેડ દરમિયાન ઝાપડિયાની વાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ઘટનાસ્થળેથી દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ Prohibition Act હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ હવે આ દારૂ કોના થકી લાવવામાં આવ્યો હતો અને કોણ-કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તેની તપાસમાં લાગી ગઈ છે. વધુ કાર્યવાહી ચાલુ છે.

વીંછીયા પોલીસે અપીલ કરી છે કે ગામમાં કોઈ પણ બેદરકાર પ્રવૃતિ દેખાય તો તરત પોલીસને જાણ કરવામાં આવે જેથી સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો