WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા વર્ષોથી ખાલી: લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચોમેર હપ્તારાજ

જસદણ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા વર્ષોથી ખાલી: લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચોમેર હપ્તારાજ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટ જિલ્લામાં નકલી ખાધપદાર્થમાં જસદણ અગ્રહરોળનું સ્થાન ધરાવી દરરોજ કરોડો રૂપિયાનો ધંધો થઈ રહ્યો હોવા છતા જસદણ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ન હોવાથી નાગરિકો ભેળસેળ વાળી ચીજ વસ્તુઓ આરોગી સ્વાસ્થ્ય સાથે આર્થિક રીતે પણ લૂંટાઈ રહ્યાં છે જસદણ નગરપાલિકામાં હાલ કોઈ નિષ્ઠાવાન અધિકારી ન હોય અને ચૂંટાયેલા કેટલાંક સભ્યોને કાયદાની ભાષાની અણઆવડત હોવાથી જસદણ નગરપાલિકાના દરેક કામોમાં જબરું સેટિંગ હોવાથી વિકાસના કામો હલકી ગુણવત્તાના તો થઈ રહ્યાં છે પણ કોઈ બિલ્ડરોને મંજુરી જોતી હોય તો તેમને પાલિકાએ પણ જવું પડતું નથી આટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ તો ઠીક પણ જસદણમાં એક પણ એવી દુકાન મોલ ડેરી સ્વીટ ફાર્મ ફરસાણ નહી હોય ત્યાં નકલી ખાધપદાર્થ વેચાતાં નહી હોય આમ છતાં વર્ષોથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલીખમ છે આથી આમાં રોકાયેલા જસદણ અને રાજકોટ જિલ્લાના વર્ષે કે મહિને એક એક સારું સેમ્પલ લઈ પાપી લોકો હોજરા ભરી રહ્યાં છે અને જસદણના નિર્દોષ નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય બગાડી લૂંટાઈ રહ્યાં છે આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી સરકાર એક તરફ ગાઈ વગાડીને લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ખેવના રાખતા હોવાનું કહે છે બીજી તરફ જસદણમાં ખાદ્યપદાર્થે વેચનારી દરેક મોટાભાગની દુકાનોમાં હપ્તારાજ હોવાથી કારોબાર ફૂલ્યો ફાલ્યો છે દરરોજ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતાં અનેક એવાં ધંધાઓ છે જેમા ફરસાણ થી માંડી દુધ છાસ પનીર મીઠાઈ કેરી રસ આઇસક્રીમ માવો શિખંડ જે વેચાય છે વેચાય છે તે ખાવા લાયક છે કે નહીં કેવી કેવી જગ્યાઓમાં કેવા પાણી લાટામાંથી બને છે ડેરીમાં જે દુધ ભરવામાં આવે છે તે મોટા ભાગનું ભેળસેળ વાળું હોય છે આવા ખાદ્ય પદાર્થોના ધંધા સાથે સંકળાયેલા તંત્રને બટકું આપી પોતે બંગલા પણ બાંધી લોકોના સ્વાસ્થ્ય પર ચેડા કરી રહ્યા છે ત્યારે જસદણમાં ખાલી પડેલ ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચેડા કરતાં તત્વોને જેલભેગા કરે એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો