WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ફૂડ વિભાગનાં દરોડાનું નાટક: દરરોજ લોકો કરોડો રૂપિયાના ખર્ચ સાથે સ્વાસ્થ્ય બગાડી રહ્યાં છે

જસદણમાં ફૂડ વિભાગનાં દરોડાનું નાટક: દરરોજ લોકો કરોડો રૂપિયાના ખર્ચ સાથે સ્વાસ્થ્ય બગાડી રહ્યાં છે 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં દિવસ પહેલા રાજકોટ જિલ્લા ફૂડ વિભાગે દરોડાનું નાટક કરી જસદણ શહેરના લોકોને રીતસર છેતરી કાર દ્વારા ખિસ્સા ભરી ચાલ્યાં ગયાં હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે જસદણમાં દરરોજ ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થો પ્રજા કરોડો રૂપિયાના આરોગી જાય છે આ બધી તંત્રને ફૂલ માહિતિ હોવાં છતાં વહીવટી આંખથી મીંચામણાં કરતાં હોવાથી લોકો પુરતા પૈસા ખર્ચતા હોવાં છતાં લોકોને ખાવા માટે શુધ્ધ કોઈ વસ્તુઓ મળતી નથી આ માટે જવાબદાર કોણ? એવો લાખ મણનો સવાલ પ્રજામાં ઉઠ્યો છે ત્યારે જસદણમાં બે દિવસ પહેલા ફુડ વિભાગના અધિકારીઓ આવી ફક્ત એક ઓઈલ મીલમાં સિંગદાણાના નમુનામાં ૨૧ હજારનો દંડ ફટકારી જાણે મોટો મીર માર્યો હોય એવો ડોળ કર્યો હતો જયારે જસદણ રાજકોટ જિલ્લામાં હરોળનું ભેળસેળનું કેન્દ્ર ગણાય છે દરરોજ વેપારમાં સંકળાયેલા લોકો આવકની ચોરીને બાદ કરતાં દરરોજ કરોડો રૂપિયાના વેપાર સાથે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચેડા કરે છે આમ છતાં સેટિંગના ભોગે પ્રજા બિચારી બાપડી બની ગઈ છે ફૂડ વિભાગ એવો દાવો કરે છે કે અમે નિયમીત નમુના લઈએ છીએ પણ માત્ર કામગીરી દેખાડવા વર્ષે માંડમાંડ એક બે પેઢીના નમુના ફેલ દેખાડી કામગીરી કર્યાનો સંતોષ મેળવી લ્યે છે પણ નાગરિકો છડેચોક લૂંટાઈ પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યાં છે અત્રે નોંધનીય છે કે વિકાસના નારા વચ્ચે જસદણ નગરપાલિકામાં વર્ષોથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરાય નથી આજે પણ આ જગ્યા ખાલીખમ પડી છે એટલે ભેળસેળિયા તત્વોને મજા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો