જસદણના ગોપાલ ભાડલીયાએ રકતદાનમાં પોતાનો જ રેકોર્ડ બનાવ્યો 53મી વખત રકતદાન કર્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં સામાજિક સંસ્થાઓ ઘણી છે પણ એમાં સૌરાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ તો માત્ર કાગળ પર અથવા તો એરણની ચોરી સોયનું દાન કરી પોતાની પબ્લિસિટી સાથે દાનવીરોના પૈસે તાગડધિન્ના કરી રહી છે આવા અનેક કેસોની ફાઈલો ચેરિટી કમિશનર સમક્ષ થપ્પા લાગી ગયા છે બીજી બાજુ થોડાં જ સમયમાં જસદણની કેટલીક સંસ્થાઓએ રકતદાન કૅમ્પો યોજી હજજારોની સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું એમની જસદણના નાગરિકોએ નોંધ લીધી જ છે ત્યારે રવિવારે જસદણમાં યોજાયેલ એક રકતદાન કેમ્પમાં દશા મોઢ વણિક સમાજના કાર્યકર ગોપાલ રતિલાલ ભાડલીયાએ 53મી વખત રકતદાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું તેઓના જણાવ્યાં અનુસાર તેઓ લાંબા સમયથી દેશના રક્ત જરૂરિયાતમંદ લોકો માટે પોતાનું રક્ત આપે છે વઘુમાં જણાવ્યું હતું કે જે લોકો રક્તદાન કરી શકતાં હોય એવી શરીરમાં પરિસ્થિતિ હોય એમણે રકતદાન અવશ્ય કરવું જોઈએ જે થકી રક્ત જરૂરિયાત દર્દીઓએ કોઈ તકલીફ વગર આસાનીથી લોહી મેળવી શકે.