WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયામાં વીજ ચેકીંગ દરમિયાન ચોરી કરનાર દુકાનદારએ લાઇનમેનને ફડાકા ઝીંકી ફરજમાં રુકાવટ કરી

વિંછીયામાં વીજ ચેકીંગ દરમિયાન ચોરી કરનાર દુકાનદારએ લાઇનમેનને ફડાકા ઝીંકી ફરજમાં રુકાવટ કરી 
વિંછીયા પંથકમાં દરરોજ લાખો રૂપિયાની વીજ ચોરી થતી હોવાના આક્ષેપના પગલે વીજ કચેરીએ સઘન ચેકીંગ હાથ ધરતાં ગુરૂવારે વીજ ચેકીંગ દરમિયાન ચોરી કરનાર દુકાનદાર અને તેના મળતિયાએ લાઇનમેનને ફડાકા ઝીંકી દેવામાં આવતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે વીંછિયા પોલીસ મથકે વીજ કંપનીમાં જૂનાગઢમાં ફરજ બજાવતા લાઈનમેન વિનોદભાઈ કાનજીભાઈ રાખસીયા એ જણાવ્યું હતું કે વીંછિયાના જસદણ રોડ પર દુકાન ધરાવતાં અનિલ પરષોત્તમભાઈ જોગરાજીયા નામનો ઇસમ ખુલ્લેઆમ વીજ ચોરી કરી રહ્યો હતો ત્યારે અને તે મીટર ઊતારવાનું છે એમ કહેતા તેઓએ આ મીટર અમને ઉતારવા આપ્યું ન હતું અને પાછળથી આ દુકાનદાર અને અને તેનો મળતીયો બાઇક સાથે ઘસી આવી મને ફડાકા ઝીંકી દીધા હતા આ અંગે વીંછિયા પોલીસે લાઈનમેનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવે વીંછિયામાં ભારે ચકચાર જગાવી છે ફડાકાને લઈ વીજ કંપની આગામી દિવસોમાં વીજ ચેકીંગ કડક બનાવશે એમ જાણવા મળેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો