ગુરુવારે વીંછીયાના ભદ્રેશ્વર મહાદેવ મંદિરે પ્રાર્થના સભાનું આયોજન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછીયા નિવાસી શૈલેષભાઈ જસાણી (ઉંમર વર્ષ ૫૬)
તે ઠા. સ્વ. કાંતિલાલ ચુનીલાલ જસાણી (વીંછીયા)ના સુપુત્ર ભૌમિકભાઈ અને ધ્રુમિનભાઈના પિતા, તેમજ બીપીનભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ, નીતાબેન શૈલેષકુમાર સોમછાત્રા (અમદાવાદ) પ્રદિપભાઈના ભાઈ સ્વ. કાંતિભાઈ વેલજીભાઈ સોમછાત્રા (અમદાવાદ)ના જમાઈનું તા.૧૮ જુન ૨૦૨૫ને બુધવારના રોજ દુબઇ મુકામે નિધન થયેલ છે
સદ્દગત શૈલેષભાઈની પ્રાર્થના સભા
તા. ૨૬ જુન, ૨૦૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રેવાણીયા રોડ, શ્રી ભદ્રેશ્વર મહાદેવ મંદિર (મોટી મઢી) વીંછિયા ખાતે રાખવામાં આવેલ છે સદ્દગતના નિધનથી વીંછિયા પંથકમાં શોકની કાલિમા સર્જાય છે.