જસદણમાં હરિરામ બાપા પ્રેરિત જલારામ મંદિરે શુક્રવારથી ભાગવત સપ્તાહ યોજાશે
ઈશ્વરચંદ્ર વ્યાસજી કથાનું રસપાન કરાવશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના જલારામ સત્સંગ મંડળ તથા સમસ્ત હરી પરિવાર દ્વારા તા. ૪-૭-૨૦૨૫ શુક્રવાર થી તા. ૧૦-૦૭-૨૦૨૫ ગુરુવાર સુધી જસદણના જલારામ મંદિર ખાતે ભાગવત સપ્તાહ યોજાશે. વ્યાસપીઠ ઉપરથી જુનાગઢના શ્રી ઈશ્વરચંદ્ર વ્યાસજી કથાનું રસપાન કરાવશે.
કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે. કથા સ્થળે દરરોજ સવારે ૫.૩૦ કલાકે હરિરામ બાપા પ્રેરિત પ્રાર્થના યોજાશે તેમજ કથા વિરામ બાદ દરરોજ સાંજે સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. તા. ૪-૭-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૯ કલાકે શ્રીનાથજી હવેલી જસદણ ખાતેથી પોથીયાત્રા શરૂ થઈને ટાવર ચોક, હરિ સ્ટ્રીટ થઈને જલારામ મંદિરે પહોંચશે. તા. ૬-૭-૨૦૨૫ને રવિવારે સાંજે ૬ કલાકે નરસિંહ પ્રાગટય, તા. ૭-૭ ને સોમવારે સવારે ૧૦ કલાકે વામનજી પ્રાગટય, બપોરે ૧૧.૩૦ કલાકે રામચંદ્રજી પ્રાગટય, સાંજે ૬ કલાકે કળષ્ણ જન્મ નંદ મહોત્સવ, તા. ૮-૭ ને મંગળવારે સાંજે ૬ કલાકે ગોવર્ધન પૂજા, તા. ૯-૭ ને બુધવારે સાંજે ૬ કલાકે રુકમણી વિવાહ તથા તા.૧૦-૦૭ ને ગુરુવારે બપોરે ૧૧.૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. કથા દરમિયાન દરરોજ બપોરે તથા સાંજે બંને ટાઈમ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાની પૂર્ણાહુતિના દિવસે તા.૧૦-૦૭-૨૦૨૫ ને ગુરુવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સદગુરુ પૂજ્ય હરિરામબાપા પ્રત્યે ભાવ પ્રગટ કરવા ગુરુ પૂજન સવારે ૮ કલાકે જલારામ મંદિર ખાતે યોજાશે. કથા શ્રવણ, ભોજન, પ્રસાદ, ગુરુપૂર્ણિમા મહોત્સવ સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં દરેક ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા જલારામ સત્સંગ મંડળ તથા હરી પરિવારે અનુરોધ કર્યો છે વધું વિગત માટે મો.9824481081,9824322555,9429168455,9429315077 ઉપર સંપર્ક સાધવાથી વિશેષ માહિતી મળી શકશે.