વીંછિયામાં પવિત્ર મોહરમમાસમાં શબીલનું અનેરું કાર્ય
વિંછીયામાં મુસ્લિમ બિરાદરોમાં હાલ પવિત્ર મોહરમમાસ ચાલી રહ્યો છે નમાઝ ન્યાઝ અને વાએઝ જેવા સદ્દકાર્યો ચાલી રહ્યા છે
ત્યારે આગામી દિવસોમાં તાજીયા પણ નીકળશે ત્યારે વીંછિયાના પાણી દરવાજા મેઈન બજારમાં મુસ્લિમ સમાજના યુવાનોએ હઝરત ઇમામ હુસૈનની યાદમાં બનાવેલ શબીલમાં બાળકો અને રાહદારીઓને પાણીથી લઈને શરબત અને ન્યાજનું વિતરણ કામ પાક મોહરમ માસમાં ચાવીરૂપ બની રહ્યું છે ત્યારે મોચીબજાર વીંછિયાની આ શબીલ લોકોમાં આકર્ષણરૂપ બની છે અને તેમના આયોજક યુવાનોની કામગીરી વખણાય રહી છે.