અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયામાં તંત્રની ઘોર બેદરકારી હજુ 15 મિનિટ પહેલાં જ નવા નાંખેલા જીવંત વાયર નીચે પડ્યા

 વીંછિયામાં તંત્રની ઘોર બેદરકારી હજુ 15 મિનિટ પહેલાં જ નવા નાંખેલા જીવંત વાયર નીચે પડ્યા

 તાબડતોબ વીજ પૂરવઠો બંધ કરતા મોટી દુર્ઘટના ટળી

વીંછિયાની મેઈન બજારમાં આવેલી પાણી ગેઈટ પોલીસ ચોકી પાસે રવિવારે સવારે 9 કલાક આસપાસના સમયે PGVCL તંત્રના માણસો દ્વારા નવા વીજ વાયર નાખવામાં આવ્યા હતા. જોકે PGVCL તંત્રના માણસો નવા વીજ વાયર નાંખીને જતા રહ્યા બાદ 15 મિનીટ પછી વીજ પુરવઠો શરૂ કરતા અચાનક નવા નાખેલા વીજ વાયરમાં શોર્ટ સર્કીટ થતા જીવંત વીજ વાયર શહેરની મેઈન બજારની વચ્ચોવચ તૂટીને પડ્યા હતા.


જેના પગલે ખરીદી કરવા માટે આવેલા લોકો અને દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં આ ઘટના અંગે વેપારી હિતેશભાઈ વાલાણી અને પોપટભાઈ ગીગાણી સહિતે તાત્કાલિક PGVCL તંત્રના જવાબદારોને આ ઘટના અંગે જાણ કરાતા તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

જો કે આ શોર્ટ સર્કીટની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, PGVCL તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળા વીજ વાયર નાંખવામાં આવ્યા હોવાથી આ શોર્ટ સર્કીટની ઘટના બની હતી. આ ઘટનાના લીધે જીવંત વીજ વાયરના કટકે કટકા રોડ પર પથરાઈ ગયા હતા અને જયારે આ ઘટના બની ત્યારે કોઈ વ્યક્તિ રોડ પરથી પસાર થયા ન હોવાથી જાનહાની થતી અટકી ગઈ હતી.

જ્યારે આ વીજ વાયર તૂટ્યા ત્યારે જો કોઈ વ્યક્તિ તે વાયરને અડી ગયા હોય તો જાન ખોવાનો વારો આવી શક્યો હોત. જેથી આવી ઘોર બેદરકારી દાખવનારા વિંછીયા PGVCL તંત્રના જવાબદારો સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત લોકો અને વેપારીઓની માંગ ઉઠવા પામી છે.


હજુ તો વીજ તંત્રના કર્મચારીઓ પ્રિમોન્સૂન કામગીરી આટોપીને રવાના થયા કે થોડી જ વારમા મુખ્ય બજારમાં જ જીવંત વીજ તાર નીચે ખાબક્યા હતા. વીંછિયા આઉટપોસ્ટ પોલીસ ચોકી નજીક જ આ ઘટના બની હતી. થોડી વાર તો નાસભાગ મચી ગઇ હતી અને સમયસર તંત્રને જાણ કરી દેવાતાં વીજ પૂરવઠો બંધ કરી દેવાયો હતો. અને દુર્ઘટના ટળી હતી.

વધુ નવું વધુ જૂનું