અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

હુમલો : તું કાલથી અપડાઉન નહીં કરી શકે’ કહી જસદણના તબીબ સાથે મારામારી

● જસદણ બાયપાસ પાસે રાજકોટના તબીબની કારને આંતરી મારી નાખવાની ધમકી આપી

● રિપોર્ટ કરાવવા માટે આવેલા દર્દીના સગાએ વારો ન લેવાતાં ઉશ્કેરાટમાં કર્યો હુમલો
રાજકોટમાં કેશવ રેસીડેન્સીમાં રહેતા અને જસદણમાં હેત ઈમેજીંગના નામે ક્લિનિક ચલાવતાં રેડિયોલોજીસ્ટ ડો.પુષ્કર ડાભી સાંજે કાર લઈ ઘરે રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે ત્રણ બાઈક સવારે ડોક્ટરની કારને આંતરી ઉભી રખાવી, 6 શખ્સે ડોક્ટરને મારમારીની ધમકી દીધી હતી.

બનાવના પગલે જસદણના તમામ ડોકટરો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ડો.પુષ્કર ડાભીના નિવેદનના આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસને હોસ્પિટલમાં ડોક્ટર સાથેની માથાકૂટના ફૂટેજ મળ્યા અને ઘટના સ્થળના ફૂટેજ મેળવવા તપાસ કરી હતી. આ તકે તમામ ડોકટરોએ હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

રિપોર્ટ કરી દીધો હોવા છતાં મારી નાખવાની ધમકી

દર્દી તેમના સગાને લઈને સીટીસ્કેન માટે આવ્યા પરંતુ તેમની પાસે પૈસાની સગવડ ન હોય તેમણે કહ્યુ કે હું સગવડ કરુ છું. એ દરમિયાન મે બીજા દર્દીઓનો વારો લેવાનો ચાલુ કર્યા એટલે એ લોકો ઉશ્કેરાયા હતા. અને અમે પૈસા દઈએ કે ન દઈએ વારો લેવો જ પડે.

બાદમાં તેમણે પૈસા ભર્યા એટલે મેં રીપોર્ટ કરી દીધો ત્યારબાદ પણ અપશબ્દો બોલી ધમકી આપી કે તને જોઈ લઈશ. હું ક્લિનિક બંધ કરી ઘરે જતો હતો ત્યારે 3 બાઈક પર 6 શખ્સ આવીને મારામારી કરી કહ્યું કે કાલથી તું અપડાઉન નહી કરી શકે! > ડો પુષ્કર ડાભી


વધુ નવું વધુ જૂનું