અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના આટકોટમાં શુક્રવારે શ્રી મહાસતી લોયણ માતાજીના સ્થાનકે અષાઢી બીજની ભવ્ય ઊજવણી થશે

જસદણના આટકોટમાં આવેલ વિખ્યાત મહાસતી લોયણ માતાજીના સ્થાનકએ આગામી તા.૧ ને શુક્રવારના રોજ અષાઢી બીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.

આ અંગે શ્રી મહાસતી લોયણ દેવ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે અષાઢી બીજના દિવસે હેમાન્દ્રી, યજ્ઞ પ્રારંભ, બિડાહોમ, ધ્વજારોહણ, ગૃહશાંતિ, પ્રસાદ, માતાજીની શોભાયાત્રા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના લુહાર સુથાર જ્ઞાતિના હજજારો ભાવિકો ઉમટી પડી શ્રી મહાસતી લોયણ માતાજીના આશીર્વાદ લેશે જસદણના ઉદ્યોગપતિ અને ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઈ પોપટભાઈ રાઠોડ (જેપી) કોરોનાના કારણસર અમો બે વર્ષથી સરકારની ગાઇડલાઈન મુજબ ચાલ્યાં એટલે આ વર્ષે ઊજવણી ધામધૂમથી થવાની હોય એટલે સમગ્ર ગુજરાતભરના લુહાર સુથાર સમાજના ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે વધુમાં જણાવ્યું હતું કે આ અષાઢી બીજ મહોત્સવમાં અમારાં નાના મોટેરાંએ તન મન ધનથી તમામ પ્રકારનો સહયોગ આપ્યો હોવાથી અનેરી રીતે ઊજવણી કરવામાં આવશે જેમાં આવનાર ભાવિકો માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે આ ઉપરાંત જસદણ આટકોટમાં બનનારા છાત્રાલય અને જ્ઞાતિના વિવિધ વિકાસ કામો અંગે પણ ચર્ચા થશે જેમાં સમાજના નાના થી મોટેરા સમાજના ભાવિકો યથા શક્તિ આર્થિક યોગદાન આપશે અષાઢી બીજને લઈ હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા જ્ઞાતિના સ્વયમસેવકોએ કમર કસી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો