રાજકોટમાં રેહતા દાઉદી વ્હોરા સમાજના વિધાર્થીઓને મદદરૂપ બનવા માટે માટે હેલ્પર હેન્ડ એનજીઓ હવે મેદાનમાં આવતાં સમાજના ગરીબોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી હાલમાં મોંઘવારી એ માજા મુકી હોવાથી વાલીઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ખાનગી સ્કૂલની ફી ભરી શકતાં નથી તેથી નાણાં માટે ઠેર ઠેર ભટકવું પડે છે આ એક ઘરની વાત નથી પણ લગભગ ઘરે ઘરે આ કહાની છે કેટલાંય પરિવારો કોઈની પાસે હાથ ફેલાવી શકતાં નથી
ત્યારે રાજકોટ હેલ્પર હેન્ડ એનજીઓ રાજકોટ દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થીઓની વ્હારે ચઢતા રાજકોટ દાઉદી વ્હોરા સમાજના વાલીઓમાં ચમક આવી છે આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી સામાજિક કાર્યકર હોજેફાભાઈ શાકીર (મો.9879021101) એ જણાવ્યું હતું કે દાતાઓના દાન થકી રાજકોટમાં રેહતા ધો.૧૦ થી વધું અભ્યાસ કરતાં ૮૦ ટકા સુઘી ગુણ ધરાવતાં વિધાર્થીઓને હેલ્પર હેન્ડ એનજીઓ ફૂલ નહી તો પાંખડીરૂપે મદદ કરશે આ અંગે તા.૨૭ મે થી સ્કોલરશીપ ના ફોર્મનું વિતરણ રાજકોટમાં ૧ રાજ સાયકલ સ્ટોર્સ ઢેબરરોડ વનવે ૨ બદરી પ્રોવિઝન સ્ટોર્સ કૃષ્ણનગર મેઈન રોડ ૩ રાજ જનરલ સ્ટોર્સ એકજાન સોસાયટી ૪ એશિયન પાઈપ ડેપો પારેવડી ચોક પાસેથી ફોર્મ મેળવી તા.૧૦ જૂન સુધીમાં ફોર્મ ભરી આપી દેવાના રેહશે અત્રે નોંધનીય છે કે રાજકોટમાં હેલ્પર હેન્ડ એનજીઓ એ ટૂંકા ગાળામાં અનેક સેવાકીય કાર્યો કર્યા તેઓ એકપણ રાજકારણને વચમાં લાવ્યાં વગર અનેક છેવાડાના પરિવારો સુધી પહોંચી ફ્કત માનવતાના નાતે આંસુ લુંછ્યા છે તેથી આ ગ્રુપના દરેક સભ્યોને લોકો અન્ય સંસ્થાઓ ધર્મો માનની નજરે જુએ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News