જસદણમાં મોબાઇલની દુકાનમાં લાગી આગ
- જસદણ બસ સ્ટેશન પાછળ સમાત રોડ ઉપર સરદાર ચોક તરફ જતા રસ્તા પર નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્સ માં મોબાઇલ કેર નામની દુકાન આવેલી છે
- જે દુકાનના બોર્ડમાં જોઈ શકાય છે અને તે દુકાનમાં અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી અને ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર લાખો રૂપિયાનું નુકસાન દેખાઈ રહ્યું હતું
- આગ લાગતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ સ્ટાફનું કહેવું હતું કે અમે આગ બુઝાવી નથી,
- અમે આવ્યા તે પહેલા દુકાનદારે આગ બુઝાવી દીધી હતી અને આ બાબતે દુકાનદાર ને પૂછતાછ કરતા જવાબ દેવાનું ટાળ્યું હતું
- ત્યારે જવાબ ન દેતા લોકમુખે ચર્ચા થતી હતી કે મોબાઇલની દુકાનમાં આટલુ બધુ નુકસાન થયું છે તેમ છતાં દુકાનદાર મીડિયા સમક્ષ કેમ નિવેદન નાં આપ્યુ.
- ત્યારે આ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું અને ચર્ચાનો વિષય બન્યો હતો.
Tags:
News