અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શુક્રવારે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે છે ત્યારે જસદણના આ બે ડોક્ટરોએ કોરોનની બીજી લહેરમાં ભગવાનની ભૂમિકા ભજવી હતી

જસદણમાં ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં કોરોના એ ભયંકર રૂપ દેખાડ્યું હતું ત્યારે જસદણના ડો. ભરતભાઈ બોઘરા અને ડો. પંકજભાઈ કોટડિયાએ એક ખરાં અર્થમાં ભગવાનનું રૂપ ધારણ કરી કોરોનાનાં અનેક દર્દીઓને સાજા કરી ઘરે મોકલ્યાં હતાં ત્યારે કાલે શુક્રવારે ડોક્ટર્સ ડે ના દિવસ પર આ બન્ને જાંબાઝ ડોક્ટરોને પ્રજામાંથી સલામ ઉઠી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં બહોળી સંખ્યામાં જસદણ અને વીંછિયા પંથકના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આવા કપરા સમયમાં આ બંને એ જસદણના એક વિશાળ કારખાનાંમાં કોવીડ કેર સેન્ટર વિનામૂલ્યે તાત્કાલિક અસરથી ઊભું કરી દેતાં આ કોવીડ કેર સેન્ટરમાં હજજારો દર્દીઓને સમયસર સારવાર મળી ગઇ હતી આ સમય એવો હતો કે પૈસા ખર્ચતા પણ હોસ્પિટલમાં જગ્યા નહોતી આવા સમયે કોવિડ કેર સેન્ટર વિનામુલ્યે ઊભું કરી જેમાં દર્દીઓને જરૂરી સારવાર આ ઉપરાંત દર્દીઓને ગરમા ગરમ જમવાનું અને ખાસ કરીને દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવે તે હેતુંથી એક સ્વયંસેવકોની ટીમ ઊભી કરી દર્દીઓની સવિષેશ કાળજી લીધી હતી જેનાં કારણે મોટી સંખ્યામાં મુત્યું આંક ઓછો થયો હતો જો કે ત્યારબાદ એક બીજું કોવીડ કેર સેન્ટર પણ જસદણ વીંછિયામાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા એ ખોલ્યું હતું જેથી કોરોના કાળમાં જસદણ વીંછિયા પંથકમાં લોકોને રાહત મળી હતી. ત્યારે ડોક્ટર્સ ડે ના દિવસે આ બંને ડોકટરોને દેશભક્તિને અને આ કાર્યમાં પોતાની જિંદગીની પરવા કર્યા વગર રાત દિવસ કામ કરનારા સ્વયંમ સેવકોને પણ પ્રણામ!

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું