WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન ફોનનો ફોલ્ટ ટેલિકોમ તંત્રને મળતો નથી: લોકો હેરાન પરેશાન

વિશ્વ ડિજિટલ બની ગયું છે પણ વીંછિયા પોલીસ સ્ટેશનનો લેન્ડલાઈન ફોન ઘણાં દિવસોથી બંધ હોવાથી પત્રકારો અને સામાન્ય લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય રીતે દેશમાં મોટાં ભાગે બી એસ એન એલના ફોન (ડબલા) બંધ કરી દીધાં છે પણ હજું સરકારી કચેરીઓમાં વારસાગત ચાલી રહ્યાં છે લોકો પાસે પોલીસ સ્ટેશનનો એક લેન્ડલાઈન નંબર હોય છે પણ હાલ વીંછિયા પોલીસ સ્ટેશનનો નંબર બંધ હોવાથી પત્રકારો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે આ ફોન ક્યારથી બંધ છે તંત્ર કેમ રીપેર કરતું નથી તે ફોન ચાલું થયાં પછી જ જાણવા મળશે

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો