અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગોંડલમાં જુગારના અખાડા પર દરોડો, પૂર્વ ઉપપ્રમુખના પુત્ર સહિત 6ની અટક

 ગોંડલમાં જુગારના અખાડા પર દરોડો, પૂર્વ ઉપપ્રમુખના પુત્ર સહિત 6ની અટક


  • થાણાગાલોળમાંથી 11 જુગારીની અટકાયત કરવામાં આવી



ગોંડલ શહેર ભોજરાજપરામાં રહેણાકમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે જુગાર રમતા અગ્રીમ પરિવારના સદસ્યોને ઝડપી લેતા પોલીસ મથકે ભલામણ માટે ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી હતી, પરંતુ પોલીસે દાદ ન દઈ જુગારધારાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પરથી 1.87 લાખનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી.



ભોજરાજપરામાં શાંતિભાઈ રૈયાણીના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પીઆઇ મહેશ સંગાડા, પી એસ આઇ એમ આર સિંધવ, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ, યુવરાજસિંહ ગોહિલ, શક્તિસિંહ જાડેજા, જયંતીભાઈ સોલંકી, તુલજાબેન ગોંડલીયા સહિતનાઓએ દરોડો પાડી મકાન માલિક શાંતિભાઈ રૈયાણી, પિન્ટુભાઈ રૈયાણી, રમેશભાઈ હીરપરા, સુનીલભાઈ કોટડીયા (ગોંડલ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ પુત્ર), કિશોરભાઈ (કેવિનભાઈ) રૈયાણી(પૂર્વ શહેર ભાજપ પ્રમુખના નાના ભાઈ), શાંતિભાઈ વેકરીયા સહિતનાઓને રોકડ રૂ 62000 કુલ રૂ 1.87.500નો મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરતા ભલામણોનો દોર શરૂ થયો હતો પરંતુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



જ્યારે જેતપુરના થાણાગાલોળ ગામે પોલીસે જુગાર રમી રહેલા કાનજીભાઈ ઉર્ફે કાનો મકવાણા, મયુર મકવાણા, ભીખા ભલગામા, જયદીપ મકવાણા, કિશોર મકવાણા, રવિ મકવાણા, સુરેશ ઉંઘાડ, જનક મકવાણા, રોહિત ચૌહાણ, વિશાલ ચૌહાણ, તેજસ નગવાડિયાની રોકડ રકમ 18,690 મોબાઈલ નં.10 મળી કુલ 42,690ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.


વધુ નવું વધુ જૂનું