જસદણના આટકોટમાં વાડીમાં ઇલેકટ્રીક શોક લાગતા દેવીપૂજક યુવકનું મોત
જસદણના આટકોટ ગામે બુઢણપરી નદી પાસે રહેતા ગોપાલ ભાવેશભાઇ કુવરીયા ઉ.રર આજે સવારે પોતાની વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા ઘટના સ્થળે તેમનું મોત નિપજયું હતું મૃતદેહને જસદણ સીવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે આ બનાવના પગલે કુંવરીયા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો હજુ ગોપાલના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ગોપાલ બેભાઇઓમાં સૌથી નાનો હતો. આ બનાવના પગલે આટકોટ દેવીપૂજક સમાજમાં શોકની કાલિમા છવાઈ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News