અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સાણથલી ગામનો બુટલેગર હિમાંશુ ગોહિલની પાસા હેઠળ ઘરપકડ કરતી આટકોટ પોલીસ

જસદણના સાણથલી ગામનો બુટલેગર હિમાંશુ ગોહિલની પાસા હેઠળ ઘરપકડ કરતી આટકોટ પોલીસ


આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સાણથલી ગામે રહેતા અને ગેરકાયદેસર પ્રોહી. ની પ્રવૃતિ કરતો હિમાંશુ ઉર્ફે હેમુ દિનેશભાઇ ગોહીલ ઉ.વ. ૨૧ વાળો અવાર નવાર પ્રોહી. ના ગુન્હામાં પકડાયેલ હોય તેમછતાં તેની પ્રોહી. ની પ્રવૃતિ ચાલુ રાખતો હોય જેથી તેની ગેરકાયદેસરની પ્રોહી.ની પ્રવૃતિને અંકુશમાં લેવા સારૂ મજકુર વિરૂધ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મહે. જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી રાજકોટની કચેરી તરફ મોકલતા શ્રી અરૂણ મહેશ બાબુ સાહેબ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દૃવારા હુકમ નં. નાં. જે./ એમએમજી/ પાસા કેસ નં. ૦૮/૨૦૨૨ તા.૦૬/૦૭/૨૦૨૨ થી મજકુર ઇસમને અટકાયતમાં લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા શ્રી પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ - ગોંડલ નાઓની સુચના અને માગૅદશૅન હેઠળ શ્રી કે.પી. મેતા પોલીસ સબ ઇન્સ. આટકોટ પોલીસ સ્ટેશન તથા આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આ પાસા અટકાયતી હુકમની બજવણી કરી મજકુર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ, મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું