બેલેન્સ નખાવવાના બહાને આવેલો શખ્સ ફોન લઇ ગયો
- આટકોટ બસ સ્ટેન્ડની દુકાનમાં બનાવ બન્યો
- મોબાઇલ લેનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો
આટકોટ બસ સ્ટેન્ડમાં આવેલી એક દુકાનમાં બલેન્સ નાખવવાના બહાને આવેલા શખ્સ મોબાઇલ ઉઠાવી ગયાનો બનાવ બહાર આવ્યો છે. જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. આ અંગે મળતી માહિતી અનુસાર આટકોટ બસ સ્ટેશનમાંથી મોબાઈલની દુકાનમાં આવેલા બેલેન્સ નાખવા આવેલા તસ્કરે મોબાઈલ ચોરી લીધો.
આટકોટ બસ સ્ટેન્ડમાં સમ્રાટ મોબાઇલ દુકાન ધરાવતા હિરેનભાઈ વ્યાસ ની દુકાને બપોર વચ્ચે મોબાઈલ ટેબલ પર પડેલ હતો ત્યારે બેલેન્સ નાખવું છે તેમ કહી હિરેનભાઈને અન્ય કોઈ ગ્રાહક આવતા હિરેનભાઈ તેમની સાથે વાતચીત કરતા હતા ત્યારે આ તસ્કર ટેબલ પર પડેલો મોબાઈલ જોઈ લીધો ચાલું છે કે બંધ તે તપાસ કરી પછી તેમણે ખીસામાં સરકાવી અને ચાલતી પકડી હતી જેની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. આવા ગઠીયા થી સાવચેતી રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું. જે મોબાઈલ રીપેરીંગનું કામ પણ કરે છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Tags:
News