WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજજારો મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી

જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજજારો મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ઇસ્લામ ધર્મમાં હજ એટલી મહત્વની માનવામાં આવે છે કે દરેક મુસ્લિમો માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર આ યાત્રા પર જવામાં કહેવામાં આવ્યું છે ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભોમાંથી એક ગણાતી હજયાત્રા રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોના મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી પોતાના દેશ પરિવાર માટે અલ્લાહ સમક્ષ આજીજીભરી દુઆ ગુજારી હતી.
જસદણથી પણ ઉદ્યોગપતિ મેમણ હુશેનભાઈ ગફારભાઈ ખીમાણીના સહ પરિવારના પાંચ સભ્યો પણ હજયાત્રા પર ગયાં હતાં કોરોના મહામારીના કારણોસર ૨૦૧૯ પછી આ વખતે ૨૦૨૨ મા સાઉદી અરેબિયા સરકારે દિલ ખોલી દુનિયાભરના અંદાજે દસ લાખ જેટલાં મુસ્લિમ બિરાદરોને હજયાત્રાને મંજૂરી આપતાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મક્કા પહોંચી પોતાની અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા વધું મજબુત બનાવી હતી આ વર્ષે સાઉદી સરકાર તરફથી કોઈ મહામારી ન ફેલાય તે માટે આરોગ્ય વ્યવસ્થા સજજડ ગોઠવી હતી એમ યાત્રાળુઓએ એક ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. હજયાત્રા સમાપન પછી દેશના કોઈ યાત્રી રોકાશે કોઈ દેશ પરત ફરશે ત્યારે હાલ સૌરાષ્ટ્રવાસીઓએ દેશની પ્રગતિ ભાઈચારા અંગે દુઆ પ્રાથના કરી હેમખેમ હજયાત્રા સંપન્ન કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો