૩૬૦ વર્ષથી હરિયાળી વચ્ચે ઊભો છે ૧૧૦૦ ફૂટની ઊંચાઇએ આ હિંગોળગઢ કિલ્લો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
હિંગોળગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર(૧૧૦૦) ફૂટ ઊંચો છે.
ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવી તસ્વીર જસદણના જાણીતા શિક્ષણવિદ્દ, પ્રકૃતિપ્રેમી જયંત મોવલિયા (મો.9824425440) ખેંચી છે.
આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર(૧૧૦૦) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
જસદણનાં રાજવી શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજમાતાના ભક્ત હતા. એટલે હિંગળાજ માતાનું અનુષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હતું. હિંગોળગઢ જસદણ સહિત સૌરાષ્ટ્રની શોભારૂપ ગણાય છે.
Tags:
history