રાજકોટની એમએસબી શાળાનું સો ટકા પરિણામ આવતાં દુરૈયાબેનએ અભિનંદન આપ્યાં
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદીન સાહેબ(ત.ઉ.શ.) દ્વારા સંચાલીત પરાપીપળીયા ખાતે આવેલ (એમ.એસ.બી) અલ મદ્રેસા તુસ સૈફીયાહ તુલ બુરહાનીયા એજયુકેશન ઇન્સ્ટીટયૂટના ધોરણ ૧૦ના આઇ.સી.એસ.ઇનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે. જેમાં ૯૨% માર્કસ મેળવનાર નફીસા ગાંધી, તેમજ ૯૦%થી ઉપરના વિદ્યાર્થીઓ, ૮૦%થી ઉપરના ૧૦ વિદ્યાર્થીઓ, ૭૦%થી ઉપરના ૩ વિદ્યાર્થીઓ માર્કસ મેળવેલ છે
વર્ગનું સરેરાશ ૮૪% જેટલું રીઝલ્ટ આવેલ છે. આ સ્કુલમાં આઇ.સી.એસ.ઇનું શિક્ષણ આપવામાં આવે છે. એમએસબી ના ધોરણ દસના વિદ્યાર્થીઓએ જબરું પરિણામ મેળવતા રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા સમાજ સેવા ગ્રુપના દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણી એ બાળકો વાલીઓ અને ઘડતરમાં મદદરૂપ બનનારા શાળા પરિવારને જાહેર અભિનંદન પાઠવ્યા હતા.
Tags:
News