અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ શહેર પ્રાણીઉદ્યાન ખાતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીએ ૪ બચ્‍ચાંને જન્મ આપ્યો

રાજકોટ શહેર પ્રાણીઉદ્યાન ખાતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીએ ૪ બચ્‍ચાંને જન્મ આપ્યો
રાજકોટ શહેરના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. 
જાહેરરજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી-જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીએ ૪ બચ્ચાંતને જન્મ આપ્યો હતો તેમ, મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનરશ્રી અમિત અરોરા તેમજ બાગ-બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું