અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દેશના સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાયદાનું પાલિકા અમલીકરણ કરે:જસદણ નેચર કલબની રેલી આવેદનપત્ર

દેશના સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાયદાનું પાલિકા અમલીકરણ કરે:જસદણ નેચર કલબની રેલી આવેદનપત્ર


 તા. 1લી જુલાઈ 2022 ના દિવસે ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ના નિકાસ,ઉત્પાદન,વેચાણ કે વપરાશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.અને આ કાયદા ના અમલીકરણ ની જવાબદારી સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા નગર પાલિકા ને સોંપી છે.

જસદણ નેચર કલબ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ નું યોગ્ય અમલીકરણ થાય તે હેતુ થી પગપાળા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં નેચર કલબના સભ્યો કે જેમાં શિક્ષકો,વેપારીઓ,ખેડૂતો,પર્યાવરણ પ્રેમીઓ,વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વિવિધ સ્લોગન વાળા બેનરો લઈ જસદણ નવા બસ સ્ટેશન થી મેઈન બજાર માંથી પસાર થી જસદણ નગર પાલિકા કચેરી એ ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા પ્રમુખ શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું.
સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રતિબંધ ની લોકજાગૃતિ ની આ રેલીમાં 25 થી વધારે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જાગૃત લોકો જોડાયા હતા.
જસદણ નેચર કલબ ના 
ઘનશ્યામભાઈ જેબલિયા(પ્રમુખ)
જયંતભાઈ મોવલિયા(ઉપ પ્રમુખ)
શત્રુઘ્નભાઈ જેબલિયા (સેક્રેટરી)
લોકોને નમ્ર અપીલ કરી છે કે સૌ સાથે મળી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી એ,કાઈ પણ ખરીદી કરવા જઈએ ત્યારે ઘરે થી કાપડની થેલી લઈને જ નીકળીએ.ખરીદી ના સમાન માટે પ્લાસ્ટિક ની થેલી વેપારી પાસેથી માંગીએ નહીં કે લઈએ નહીં અને જવાબદારી પૂર્વક કાયદાનું પાલન કરી આપણા ગામ ને પ્લાસ્ટિક મુક્ત 
બનાવીએ.

રીપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું