જસદણના આટકોટ પો.સ્ટે. વિસ્તારના જંગવડ ગામેથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી આટકોટ પોલીસ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટ પોલિસ મથકના પી એસ આઈ કે.પી. મેતા પોલીસ સબ ઇન્સ. આટકોટ પોલીસ સ્ટેશન તથા આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો આટકોટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. નિલેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. જયરાજભાઇ સોનારા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, જંગવડ ગામથી ગુંદાળા ગામ તરફ જતા સીમ રસ્તે લક્ષમણભાઇ કેંદરસિંહ ડાવર ના કબજામાં ગેરકાયદેસર હથિયાર હોવાની સચોટ હકીકત આધારે રેઇડ કરી આરોપી પાસેથી ગે.કા. હથિયાર પકડી પાડી કાયદેસરની કાયૅવાહી કરતી આટકોટ પોલીસ
પકડાયેલ આરોપી
લક્ષમણભાઇ મેંદરસિંહ ડાવર જાતે ભીલ (આદીવાસી) ઉ.વ.-૨૭ ધંધો-ખેત મજુરી રહે. હાલ-જંગવડ ગામની હડીયા સીમ, અમરશીભાઇ બાલુભાઇ નારોલાની વાડીએ તા.-જસદણ જી.-રાજકોટ મુળ ગામ-પાનગોલા, અમરખોદરા ફળીયું,પોસ્ટ-ટેકરા, તા.-જોબટ જી.-અલીરાજપુર પોલીસ સ્ટેશન ઉદયગઢ રાજ્ય-મધ્યપ્રદેશ
કબ્જે કરેલ મુદામાલ
દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.-૧૦,૦૦૦/
પલ્સર મો.સા. રજી. નં.-MP 45 MM 0763 કિ.રૂ.-૧૫,૦૦૦/ (૩) રેડમી કંપનીનો મોબાઇલ ફોન નંગ ૦૧ કિ.રૂ.-૧,૫૦૦/-|સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News