અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા જસદણ પંથકનાં તબીબોની આજે સજજડ હડતાળ: ઇમરજન્સી સેવા ખોરવાય

વીંછિયા જસદણ પંથકનાં તબીબોની આજે સજજડ હડતાળ: ઇમરજન્સી સેવા ખોરવાય

સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ફાયર એનઓસી, આઇસીયુ સહિતના પ્રશ્ને ઇન્‍ડિયન મેડિકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચે આજે ઐતિહાસિક હડતાલનું એલાન આપ્‍યું હતું. જે અનુસંધાને જસદણ વીંછિયા પંથકનાં તબીબોએ સજ્જડ સમર્થન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્‍યો છે.

ફાયર એનઓસી આઇસીયુના મુદ્દે અવ્‍યવહારૂ નિર્ણયો સામે આઇએમએ દ્વારા આજે હડતાલનું એલાન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમવાર ઓપીડી અને ઇમરજન્‍સી સેવા સજ્જડ બંધ રહી છે. જસદણ વીંછિયા ખાનગી હોસ્‍પિટલ તબીબો આજે દર્દીની સેવામાંથી સંપૂર્ણ અલિપ્‍ત રહ્યા છે. દરમિયાન સામાજિક કાર્યકર હરિભાઈ હીરપરા એ જણાવ્યું હતું કે ડોક્ટરો અને રાજ્ય સરકારની મડાગાંઠને કારણે દર્દીઓને તકલીફ થઈ રહી છે આગ સામેની ધટનાથી ડોક્ટરો અને સરકાર પણ વાકેફ છે ત્યારે બન્ને એ સામસામી બેઠક કરી વ્યવહારુ ઉકેલ શોધવો જોઈએ આ તો દેશને નુકશાની થઈ રહી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું