અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બેદરકારી: જસદણમાં ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઇટનો 24 કલાક ઝગમગાટ : JASDAN NEWS

બેદરકારી: જસદણમાં ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઇટનો 24 કલાક ઝગમગાટ


  • બાકી વીજબિલ ભરવાના તંત્ર પાસે પૈસા નથી!

જસદણમાં સોમવારે સવારથી ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે માત્ર ઝરમર વરસાદ જ પડ્યો હતો. જેના કારણે શહેરના જાહેરમાર્ગો વરસાદી પાણીના લીધે ભીંજાઈ ગયા હતા. ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિંછીયા રોડ અને કમળાપુર રોડ સહિતના વિસ્તારોમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે ધોળા દિવસે અંજવાળા પાથર્યા હોય તેમ સ્ટ્રીટલાઈટ ચાલુ જોવા મળી હતી.

બેદરકારી: જસદણમાં ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઇટનો 24 કલાક ઝગમગાટ


એકબાજુ જસદણ PGVCL તંત્ર સ્થાનિક નગરપાલિકા પાસે કરોડો રૂપિયાનું વીજબીલ માંગી રહી છે. છતાં જસદણ નગરપાલિકા તંત્રની બેદરકારીના લીધે શહેરના વિંછીયા રોડ અને કમળાપુર રોડ સહિતના વિસ્તારોમાં બિનજરૂરી વીજપુરવઠો ચાલુ રખાતા જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી હતી.

એકબાજુ આ સ્ટ્રીટલાઈટ છેલ્લા ત્રણ દિવસથી 24 કલાક ધોળા દિવસે ઝગમગારા મારી રહી છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારોને દેખાતું ન હોવાથી આનો ડામ નગરજનોને આવનારા સમયમાં ભોગવવાનો વારો આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

વધુ નવું વધુ જૂનું