અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પાંચમાં પૂછાતાં સેવાભાવી જસદણ સિરામિકવાળા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલનો આજે જન્મદિન

પાંચમાં પૂછાતાં સેવાભાવી જસદણ સિરામિકવાળા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલનો આજે જન્મદિન

યુવા ઉદ્યોગપતિ, ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજના પ્રમુખ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી, રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક લી. વાંકાનેર શાખા વિકાસ સભ્‍ય અને જસદણ સિરામીક ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડાયરેકટર પ્રજ્ઞેશભાઇ બેચરભાઇ પટેલનો આજરોજ તા. ૧ ના રોજ જન્‍મ દિવસ છે.
તેઓ તા. ૧-૮-૧૯૭૩ ની સાલમાં જસદણ ગામ ખાતે તેમનો જન્‍મ થયેલ. તેમના પિતાશ્રી બેચરભાઇ પટેલે ૧૯૮૧ ની સાલમાં વાંકાનેર આવી જસદણ સિરામીક વર્કસના નામે ઉદ્યોગ શરૂ કરેલ. પ્રજ્ઞેશભાઇ સુઝબુઝ થી પિતાશ્રીએ સ્‍થાપેલ વ્‍યવસાયને આગળ લઇ જવાના ધ્‍યેય સાથે તેમના બંને ભાઇઓ શૈલેષભાઇ પટેલ તથા જગદીશભાઇ પટેલને પણ ઉદ્યોગની લાઇનમાં લાવી વાંકાનેર પંથકમાં ચાર જગ્‍યાએ સિરામીક ઉદ્યોગ સાથેનું જસદણ સિરામીક ગ્રુપ વિશાળ સ્‍તરે પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રજ્ઞેશભાઇ એ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય લેવલના એવોર્ડ પણ મેળવ્‍યા છે.
તેઓ જી. આઇ. ડી. સી. એસોસીએશન, લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ, સીવીલ હોસ્‍પિટલમાં રોગી કલ્‍યાણ સમિતિ, રાજકોટ સમપર્ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ કલબ યુવી બિઝનેશ વીંગ જેવી અનેક સંસ્‍થાઓના કારોબારી સભ્‍ય તથા સક્રિય સભ્‍યપદ ધરાવે છે. કોરોના મહામારી દરમ્‍યાન મહત્‍વનું યોગદાન આપેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો