અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરો મોહરમ માસની ઇબાદતમાં મશગુલ: આજે સૈયદના સાહેબની વાયેઝનું પ્રસારણ માણશે

સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરો મોહરમ માસની ઇબાદતમાં મશગુલ: આજે સૈયદના સાહેબની વાયેઝનું પ્રસારણ માણશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩
સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરો હાલ મોહરમ માસના પ્રથમ દસ દિવસ મોહરમમાસ દરમિયાન કરબલાના જાંબાઝ વીર શહીદ હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામની યાદમાં છેલ્લાં છ દિવસથી ન્યાઝ, વાએઝ, મજલીસ, નમાઝ, માતમ, જેવાં અનેક વિવિધ અવસરોમાં ભાગ લઈ પોતપોતાની શ્રદ્ધા ન્યોછાવર કરી રહ્યા છે 
ત્યારે આજે ૩ ઓગષ્ટ બુધવારના રોજ રાજકોટ, જામનગર, ભાવનગર,અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જેવાં જિલ્લાઓ અને જસદણ સહિત વિશ્વભરના ગામો, શહેરોના દાઉદી વ્હોરા બિરાદરો માટે આજે છઠ્ઠી ત્રણ કલાકની વાએઝ ગામનાં પ્રતિનિધિ નહી પણ આજની વાએઝ સેટેલાઇટ દ્વારા પોતાનાં સર્વોચ્ચ ગુરુઓનું પ્રસારણ કરવામાં આવશે 
તે જગતભરમાં આવેલ વ્હોરા સમુદાયના વસવાટવાળા દરેક ગામોના બિરાદરો સાંભળશે/નિહાળશે આથી ગામેગામના વ્હોરા બિરાદરોમાં ખુશાલીનો કોઈ પાર નથી 
અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ નામદાર ડો. સૈયદના અબુ જાફ્રુસ્સ સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ હાલ ઈંગ્લેન્ડના પાટનગર લંડન શહેર ની હુસેની મસ્જિદમાં હિજરી સન ૬૧માં કરબલામાં બનેલ દર્દનાક બનાવની વાએઝ કહી રહ્યાં છે અને એમના પ્રતિનિધિઓ ગામેગામ આ ગાથા કહેવા ઉપસ્થિત છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું