WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મહેન્દ્ર મેઘાણીને શબ્દાંજલિ પાઠવતા જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસી

મહેન્દ્ર મેઘાણીને શબ્દાંજલિ પાઠવતા જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસી
 જસદણ તા.૪
ગુજરાતી સાહિત્યમાં જબરું પ્રદાન આપનારા ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા સુપુત્ર મહેન્દ્ર મેઘાણીનું ગત રાત્રીના ભાવનગર ખાતે શતાયુમાં નિધન થતાં સાહિત્ય જગતમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર મહેન્દ્રભાઈનો દેહ આજે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો તે સમયે અનેક લોકો ઉપસ્થિત રહી ભારે હૈયે અંજલિ અર્પણ કરી હતી દેશ વિદેશમાં શિક્ષણ લેનારાં મહેન્દ્રભાઈએ સાહિત્ય જગતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો આજે જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસી એ ભાવપૂર્ણ શબ્દાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈ એ સસ્તા પુસ્તકો આપીને તેમણે ભૂતકાળમાં યુવાનોને પણ વાંચતા કર્યાં હતાં તેમનું આ પ્રદાન ક્યાયેય ભૂલી નહિ શકાય અને ભૂસી નહિ શકાય.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો