અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

પ્રતિબંધીત સીરપની બોટલો જસદણમાં રૂરલ એસ.ઓ.જી. એ. દરોડો પાડી પ્રતિબંધ નશાયુકત સીરપના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પ્રતિબંધીત સીરપની બોટલો જસદણમાં રૂરલ એસ.ઓ.જી. એ. દરોડો પાડી પ્રતિબંધ નશાયુકત સીરપના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૪
પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠોડ  દ્વ્રારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત દવાઓનુ નશા ના હેતુથી વેચાણ કરતા ઇસમો વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્‍સપેક્‍ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્‍સ એચ.એમ.રાણા સ્‍ટાફ સાથે જસદણ ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંમાં હતા
દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ જયવિરસિહ રાણા, હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્‍સ રણજીતભાઇ ધાધલ ની સયુ્‌ક્‍ત બાતમી આધારે હકિકત મળેલ કે હિમતભાઇ ધુધાભાઇ માંડાણી રહે.જસદણ વિંછીયા રોડ બી.આર.સી.ભવનની બાજુમાં વાળો પોતાના રહેણાંક મકાનમાં પ્રતિબંધીત સીરપ નો જથ્‍થો કોઇપણ બીલ કે લાઇસન્‍સ વગર તેમજ ડોક્‍ટરશ્રીના પ્રિસ્‍ક્રીપ્‍શન વગર નશાના હેતુથી વેચાણ કરતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા હકિકત વાળી જગ્‍યાએ એફ.એસ.એલ.અધિ.શ્રી રાજકોટ તથા ફુડ એન્‍ડ ડ્રગ ઇન્‍સપેક્‍ટર શ્રી રાજકોટ નાઓને સાથે રેઇડ કરતા મજકુર હિમત ધુધાભાઇ માંડાણી રહે.જસદણ વાળાના કબ્‍જા ભોગવટાના મકાનમાંથી કુલ- ૧૧૯ સીરપની બોટલો કિ. ૧૭૦૧૦ નો જથ્‍થો મળી આવતા તેના વિરૂધ્‍ધ જસદણ પો.સ્‍ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા, પો. હેઙ કોન્‍સ. જયવિરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, પો. કોન્‍સ. રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્‍વામી તથા નરશીભાઇ બાવળીયા જોડાયા હતા.
વધુ નવું વધુ જૂનું