જસદણમાં મહિલા પર હુમલો કરનારા આરોપીઓનો પોલીસ દ્વારા વરઘોડો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના પોલારપર રોડ પર ગતરાત્રિના એક મહિલા સાથે અસામાજિક તત્વ દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું
મહિલા એકલી સ્કુટી લઇ પોલાર પર રોડથી તેમના ઘર તરફ જતી ત્યારે એકલતા નો લાભ લઇ અશોભનીય વર્તન કરવામાં આવ્યું
મહિલા દ્વારા મહેશ ઘુઘા રોજાસરા નામના વ્યક્તિ વિરૂદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
મહિલાની ફરિયાદ પરથી પોલીસે તાત્કાલિક મહેશ રોજાસરા ની ધરપકડ કરતા મામલો બીચકી ઓ
મહેશ રોજાસરાના બંને ભાઈ સાગર અને જયસુખ અને તેના પિતા ઘૂઘાભાઈ રોજાસરા દ્વારા મહિલાના ઘરે જઈ લાકડી અને પાઇપ લઈ ધાક ધમકી મારવામાં આવી
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અને મહિલાના વિસ્તારમાં જય સરઘસ કાઢવામાં આવ્યું હતું
મહિલાના ઘર નજીક લઈ ગયા અને ત્યાં મહિલા ની ચારેય આરોપીએ જાહેરમાં માફી માંગી હતી
પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું તેમ જ ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.