હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ભાડલા ગામે રહેતી કાજલબેન સાગરભાઇ સોલંકી (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ રાતે બારેક વાગ્યે ઘરમાં લોખંડના પાઇપની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કાજલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ સાગર છુટક ખેત મજૂરી કરે છે. રાત્રીના કાજલબેને ફાંસો ખાધો તે વખતે જ સાસુ અરૂણાબેન જાગી જતાં તે જોઇ જતાં દેકારો મચાવતાં ઘરના બીજા લોકો પણ જાગી ગયા હતાં અને કાજલબેનનો જીવ બચાવી લીધો હતો. તેણીને માનસિક બિમારી હોઇ તેની દવા ચાલુ હોવાનું અને આ બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યાનું તેમના સગાએ કહ્યું હતું. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભાડલા પોલીસ વધુ તપાસ કરે છે.