જસદણ નગરપાલિકાએ ૩૦ વર્ષમાં કરોડો રૂપિયાની ખાડા બુરવા ટાસ નાખી પણ હજું ખાડા બુરાયા નથી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના નાગરિકોના નશીબ કહો કે બલિહારી જસદણ નગરપાલિકા પર અપવાદ બાદ કરતાં છેલ્લાં ૩૦ વર્ષથી લગાતાર શાસન ચાલ્યું આવે છે દરમિયાન દર વર્ષે ચોમાસું આવે એટલે રોડમાં ખાડા બુરવા માટે ટાસ નાખવામાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે આટલા વર્ષોમાં પાલિકાએ ખાડાઓ બુરવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ હાલમાં દરેક રોડ રસ્તાઓમાં છે.
જસદણ નગરપાલિકામાં પ્રજાના ટેક્સરૂપે ભરાતી રકમ કરોડો રૂપિયા વિવિધ માધ્યમો દ્વારા આવતી જ રહે છે આ રકમથી મજબુત રોડ બનાવવાના બદલે તકલાદી રોડ બનાવવામાં આવતાં થોડાં સમયમાં તુટી જાય છે આના કારણે તૂટેલા રોડમાં દર વર્ષે લાખો રૂપિયાનો ટાસ પાથરવામાં આવે છે એમાં પણ ધુળ હોવાને કારણે ખાડાઓ બુરાતા નથી ઉલટાનું થોડો વરસાદ પડે તો આ રોડ કાયદેસર લપસણો બની જાય છે
આવી રીતે બધું ઠોકમઠોક ચાલતું રહે છે ૩૦ વર્ષમાં અનેક અધિકારીઓ બદલાયા પણ સમસ્યાઓ ઓછી થતી નથી જસદણમાં ચોમેર દબાણ ગમે ત્યા જુદા જુદા વિસ્તારમાં એક પણ ઇંચ જમીન છોડ્યા વગર ઠેર ઠેર બાંધકામોને મંજુરી ફ્કત જસદણમાં જ મળે છે આવી અનેક ગેરકાનુની પ્રવૃત્તિ સામે અધિકારીઓ અને પદાધિકારીઓ અને સભ્યોના આંખ મીંચામણાંના કારણે ભાજપના વિકાસની ચડ્ડી ઉતારી લીધી છે ત્યારે આ અંગે સરકાર વહીવટદાર શાસન મુકી કોઈ નિષ્ઠાવાન અધિકારીની નિમણુંક કરે એવી માંગ નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે.