હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીયા તાલુકાનાં ખડકાણા ગામે રહેતી યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતા એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીયાનાં ખડકાણા ગામે રહેતી કોમલબેન લાલજીભાઇ ઝાપડીયા નામની 21 વર્ષની યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થયો હતો. બહેન સાથે ઝઘડો થતા યુવતીને માઠુ લાગી આવતા એસીડ પી લીધુ હતુ.